મોતને માત આપી પાછી ફરી ડાન્સર સપના ચૌધરી, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા

ડાન્સથી દર્શકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર સિંગર સપના ચૌધરીની કાર અકસ્માતનો ભોગ બની હતી. જોકે આ અકસ્માતમાં સપના સાવચેતીથી બચી ગઈ હતી, પરંતુ તેની કારને થયેલા નુકસાનનું અનુમાન લગાવી શકાય છે કે આ ટક્કર ખૂબ જ જોરદાર હતી.

સપનાની સફેદ રંગની ફોર્ચ્યુનર કારની આગળની બાજુની ડાબી હેડલાઇટને નોંધપાત્ર નુકસાન થયું છે. તેનો ડ્રાઈવર આ ડ્રીમ કાર ચલાવતો હતો.

આ અકસ્માત ગુરુગ્રામમાં થયો હતો. ગુરુગ્રામના હીરો હોન્ડા ચોક ખાતે  સપનાની કારને પાછળથી બીજી કારે ટક્કર મારી હતી. સપનાએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

નોંધપાત્ર વાત એ છે કે સપના ચૌધરી શોપીંગ કરીને ગુરુગ્રામના સોહના રોડ પરથી પરત ફરી રહી હતી અને પાછળથી હાઇસ્પીડ કારે તેની કારને ટક્કર મારી હતી. ગુરુવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.

ગાડીના પાછળના ભાગને પણ ભારે નુકસાન થયું છે અને પાછળની હેડલાઇટને પણ નુકસાન થયું છે. બાદશાહપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મુકેશના જણાવ્યા મુજબ અમને કોઈ ફરિયાદ મળી નથી અને જો કોઈ ફરિયાદ આવે તો ચોક્કસ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.