અનુરાગ કશ્યપે અમિતાભ બચ્ચનને લઈ લીધા આડે હાથે, આપી દીધી ઢગલાબંધ સલાહ, જાણો વધુ

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં નાગરિક સુધારણા કાયદા કાર્યવાહી (CAA) અને NRCના કેસની ચર્ચા હાલમાં ચાલી રહી છે. સામાન્ય લોકો, રાજકીય હસ્તીઓ ઉપરાંત બોલિવૂડ સેલેબ્રિટીઝ પણ આ રિએક્શન આપી રહી છે. આ સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી હિન્દી ફિલ્મોના ડાયરેક્ટર-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલા રહ્યા છે. CAA-NRCનો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. આ મામલે તેમણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ સાણસામાં લઈ લીધા છે.

દરઅસલ અમિતાભ બચ્ચને શુક્રવારે તેમના ઓફિશલ ટવિટર હેન્ડલથી ટવિટ કર્યું કે, ‘નવું વર્ષ આવવામાં બસ કેટલાક દિવસો જ બાકી છે, હવે વધુ પરેશાન થવાની વાત નથી. માત્ર 19-20નો જ ફરક છે. અનુરાગ કશ્યપે અમિતાભના આ ટવિટને શેર કરી લાંબુલચક ટવિટ કર્યું અને અમિતાભને આડે હાથે લઈને તેને હાલના રાજકીય મુદ્દા સાથે જોડી દીધું તેમજ સલાહ આપવાની ભરમાર કરી દીધી.

અનુરાગે પોતાના ટવિટમાં લખ્યું કે આ વખતે 19-20નો ફરક નથી, સર. આ વખતે બહુ મોટો ફરક છે. હાલ આપ પોતાની તબિયતનો વિચાર કરે. તમે તમારા હિસ્સાનું 70ના દાયકામાં જ કરી દીધું છે. ત્યારથી અમે પોતાની અંદરના બચ્ચનને લઈને ફરી રહ્યા છીએ. આ વખતે સામે ગબ્બર હોય કે લાયન હોય કે શાકાલ, અમે પણ જોઈશું.

નોંધનીય છે કે આ પહેલાં જામિયા મિલીયા ઇસ્લામિયા અને એમૂયુમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં મોટ પ્રમાણમાં હિંસા થઈ હતી અને કથિત રીતે પોલીસ પર વિદ્યાર્થી સાથે બર્બરતા કરવાના આરોપ લાગ્યા હતા. ત્યાર બાદ સ્વરા ભાસ્કર, સુશંત સિંહ, ઋચા ચડ્ડા, ફરહાન અખ્તર, મોહમ્મદ જિશાન અય્યૂબ, તિગ્માંશું ધૂલીયા, આલિયા ભટ્ટ, સૌરભ શુક્લા, દીયા મીરઝા, હંસલ મહેતા, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપરા, હુમા કુરૈશી, નિમરત કૌરસ, મનોજ વાજપેયી જેવી ફિલ્મી હસ્તીઓએ વિદ્યાર્થીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.