આ છે દેશની સર્વપ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી, 15 જાન્યુઆરીથી શરૂ થશે એડમિશન

ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દેશની પ્રથમ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પહેલાં ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી સુધી અભ્યાસ કરવાની તક આપવામાં આવશે.

આ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના ફાજિલનગર બ્લોકમાં ખોલવામાં આવશે. અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ (ઓલ ઇન્ડિયા ટ્રાન્સજેન્ડર એજ્યુકેશન સર્વિસ ટ્રસ્ટ) દ્વારા યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. શિક્ષણ અને અન્ય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ટ્રસ્ટના અધ્યક્ષ ડો.કૃષ્ણ મોહન મિશ્રાએ કહ્યું – દેશમાં આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે, જેમાં ટ્રાંસજેન્ડર સમુદાયના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે. અહીં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ ડો.કૃષ્ણ મોહન મિશ્રાએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીથી સમુદાયના સભ્યો દ્વારા લાવવામાં આવેલા બે બાળકોને પ્રવેશ મળશે અને અન્ય વર્ગો ફેબ્રુઆરી અને માર્ચથી શરૂ થશે.

યુનિવર્સિટીમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને પહેલાં ધોરણથી લઈને સ્નાતક સુધીના અભ્યાસની તક મળશે. જ્યારે પીએચડી કરવ માંગતા વિદ્યાર્થીઓને રિસર્ચ  કરવાની તક પણ આપવામાં આવશે. ધારાસભ્ય ગંગાસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે સમુદાયના સભ્યો શિક્ષણ મેળવશે અને દેશને નવી દિશા આપી શકશે. આ સાથે  ટ્રાન્સજેન્ડર સમુદાયે પણ યુનિવર્સિટી શરૂ થતાં ખુશી વ્યક્ત કરી છે.

ટ્રાંસજેન્ડર સમુદાયે પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે અમે શિક્ષિત થઈશું અને સમાજમાં માન મેળવીશું. શિક્ષણમાં શક્તિ છે અને અમને ખાતરી છે કે તે ફક્ત આપણા જીવનમાં જ નહીં પરંતુ બીજાના જીવનમાં પણ પરિવર્તન લાવશે.