દેશભરમાં દેખાયું ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં જોવાયું સંપૂર્ણ સૂર્યગ્રહણ

2019નું આખરી ખંડગ્રાહસ સૂર્યગ્રહણ આજે સવારે 8.01 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું આ સૂર્યગ્રહણ દુર્લભ ગણાય છે કારણ કે આ પ્રકારનું ગ્રહણ 296 વર્ષ પહેલાં એટલે કે 1723ની સાલમાં સાત જાન્યુઆરીએ થયું હતું. અમદાવાદ, સુરત અને જામનગર સહિત અનેક સ્થળોએ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું .

આજનું સૂર્યગ્રહણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં જામનગર સહિત અનેક સ્થળે આકાશમાં પૂરેપૂરું દેખાયું હતું દેશના અન્ય ભાગોમાં એ આંશિક દેખાયું હતું મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં આકાશ વાદળીયું રહ્યું હોવાથી સૂર્યગ્રહણ સ્પષ્ટ જોઈ શકાયું નહોતું.

આ પહેલાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ બીજી ડિસેમ્બર-2019 ના દિવસે સર્જાઈ હતી. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે ચંદ્રમાનો વ્યાસ સૂર્યથી નાનો હોય છે અને સૂર્યનો ઘણોખરો પ્રકાશ ઢંકાઈ જાય છે એને કારણે સૂર્ય અગ્નિની વીંટી જેવો દેખાય છે.

આજે ગુરુવારે ગ્રહણનો સ્પર્શ સવારે 8 વાગ્યાને 04 મીનીટે થયો હતો 9.24 વાગ્યે ચંદ્રમાએ સૂર્યને ઢાંકવાનું શરૂ કરી દીધું હતું ગ્રહણનો મધ્ય ભાગ સવારે 9.40 વાગ્યે થયો હતો અને ગ્રહણનો મોક્ષ સવારે 11.14 વાગ્યે થયું હતું. આમ ગ્રહણનો સમય બ2 કલાક અને 53 મીનીટનો રહ્યો હતો. ગ્રહણનું સૂતક 12 કલાક પૂર્વે એટલે કે બુધવારે રાતે 8.21 વાગ્યાથી લાગી ગયું હતું

આ વખતનું સૂર્યગ્રહણ ધન રાશીમાં થઈ એટલે મૂળ નક્ષત્રનાં જાતકોએ આ ગ્રહણ જોવાનું ટાળ્યું હતું.  આ ગ્રહણ તુલા કુંભ અને મીન રાશીનાં જાતકો માટે શુભ ફળ આપનારું બની રહેશે

આ ગ્રહણ ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતર સંયુક્ત આરબ અમિરાત ઓમાન શ્રીલંકા મલેશિયા ઈન્ડોનેશિયા સિંગાપોર દેશોમાં પણ જોવા મળ્યું હતું. ગ્રહણના વિસ્તારની ભૌગોલિકતાને કારણે ભારતમાં દક્ષિણ ભાગના વિસ્તારોમાં ગ્રહણ વધારે સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું