મુંદ્રા બંદરેથી બે અમેરિકન મિલિટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળતાં ખળભળાટ

ગુજરાતના મુન્દ્રા બંદર પર બે મિલેટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળ્યા છે. લગભગ ૧૧ હજાર કિલો વજનના આ બંને ઉપકરણો ખાલી કંટોનર્સમાં રાખવામાં આવ્યા હતા. આયાતી ખાલી (એમટી) કન્ટેનરમાંથી કથિત આધુનિક યુદ્ધ હથિયારના કેટલાંક સ્પેરપોટ્‌ર્સ નીકળતાં સંખ્યાબંધ એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની મુદ્રા કસ્ટમે દિલ્હી સ્થિત સરકારી એજન્સીઓને બનાવની જાણ કરતા એજન્સીઓ ચોંકી ઉઠ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા મુંદ્રા બંદરેલાંગરેલી સ્ટીમરમાંથી કેટલાક ખાલી કન્ટેનરને નીચે ઉતારવામાં આવ્યા હતા. કસ્ટમના ડોક્યુમેન્ટમાં કન્ટેનર ખાલી હોવાનું દર્શાવ્યા બાદ તેની ખાસ તપાસ કરવામાં આવતી નથી. જ્યારે આ કન્ટેનરમાં તંત્રને શંકા જણાતા તેને ટી.જી, સી.એફ.એસમાં મોકલવામાં આવ્યું હતું, જેમાં આધુનિક હથિયારોનો કેટલોક ભાગ નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અધિકારીઓએ ૨૦ ડિસેમ્બરના રોજ ખાલી કન્ટેનર્સની તપાસ દરમિયાન તેને જપ્ત કર્યા હતા. તેનો ઉપયોગ વિમાનવાહક જહાજમાંથી ફાઇટર પ્લેનને ઉડાડવા દરમિયાન થાય છે. અધિકારીઓએ આ સૈન્ય ઉપકરણોની ચોરીનો મામલે હોવાની શંકા વ્યક્ત કરી છે.

સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર દુનિયામાં માત્ર બે કંપનીઓ જ આ પ્રકારના ઉપકરણ બનાવે છે. અમેરિકામાં આવેલી બોઇંગ અને યુરોપની એરબસ કંપનીમાં જ આ ઉપકરણ બને છે. મુન્દ્રામાં જપ્ત કરવામાં આવેલા ઉપકરણ અમેરિકામાં બનેલા છે.

સૂત્રો જણાવે છે કે, જ્યાં સુધી એક્સપર્ટ એજન્સીઓ આ હથિયારો ક્યા છે તેની ઓળખ ન કરે ત્યાં સુધી વધુ કંઈ કહી શકાય નહીં. ખાલી કન્ટેનરમાં થોડા સ્પેરપોટર્સ છે. તેથી એના અન્ય સ્પેરપાર્ટ અન્ય કોઈ કન્ટેનરમાં હોવાની શક્યતા નકારી શકાતી નથી. એની સાથે જ ખાલી કન્ટેનર તરીકે ઉતરેલા કન્ટેનરો ઉપરાંત અગાઉ આવી ચૂકેલા અથવા હવે આવનારા કન્ટેનરોમાં અન્ય સ્પેરપોટ્‌ર્સ છે કે કેમ તેની તપાસનો ધમધમાટ શરૂ ખયો છે, જ્યારે અન્ય સૂત્રો એમ જણાવે છે કે જે એમ.ટી કન્ટેનરો રસ્તામાં છે અને થોડા દિવસમાં મુદ્રા આવી જશે તેની રાહ જોવામાં આવે છે.