PM મોદીના હસ્તે અટલ ભૂજળ યોજનાનો પ્રારંભઃ 7 રાજ્યના 8450 ગામોને મળશે લાભ

આજે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 95મી જન્મ જ્યંતીના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અટલ ભૂજળ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાનો લાભ સાત રાજ્યોના 8350 ગામોને મળશે. લખનૌમાં આજે પીએમ મોદીના હસ્તે અટલજીના નામે મેડિકલ યુનિ.ની આધારશિલા મૂકવા અને અટલજીની 25 ફૂટ ઉંચી પ્રતિમાના અનાવરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95ની જયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અટલ ભૂજળ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાથી સાત રાજ્યોના 8350 ગામોને ફાયદો થશે. સાથે જ મનાલીને લેહ સાથે જોડનારી સુરંગને આજથી અટલ ટનલના નામ ઓળખવામાં આવશે.

એ પહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે ૯૫મી જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સદૈવ અટલ’ પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ, સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મોટાભાગના નેતાઓ સમાધિ સ્થળ પર ફૂલ ચડાવવા પહોંચ્યા હતા.

મોદીએ આજે લખનઉમાં વાજપેયીજીની 25 ફૂટ ઉંચી અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા અટલજીની સૌથી ઊંચી પ્રતિમા છે. મોદીએ અહીં અટલજીના નામે મેડિકલ યુનિવર્સિટીની આધારશિલા પણ મૂકી હતી.

અટલ બિહારી વાજપેયીની અષ્ટધાતુની આ પ્રતિમા 4000 કિલો વજનની છે. તેની કિંમત ૮૯ લાખ છે. ઉત્તરપ્રદેશના સંસ્કૃતિ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વાઈપી સિંહે જણાવ્યું કે પ્રતિમામાં ૯૦ ટકાથી વધારે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.