NRC માટે NPR ડેટાબેઝનું કામ કરશે, આનો વિરોધ થવો જોઈએ: અરુંધતી રોય

લેખિકા અને સામાજિક કાર્યકર અરુંધતી રોયે બુધવારે કહ્યું હતું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝનશીપ (NRC ) માટે ડેટાબેઝ તરીકે કાર્ય કરશે. તેમણે લોકોને NPRનો વિરોધ કરવા હાકલ કરી હતી.

દિલ્હી યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધન કરતી વખતે અરુંધતી રોયે દાવો કર્યો હતો કે NRC દેશના મુસ્લિમોની વિરુદ્ધ છે. રોયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર NRC મુદ્દે ખોટું બોલવાનો પણ આરોપ લગાવ્યો હતો. અરુંધતી રોયે કહ્યું કે સરકાર NRC મુદ્દે જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

કેન્દ્રીય કેબિનેટે મંગળવારે NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર)ને મંજૂરી આપી દીધી છે. NPR હેઠળ દેશમાં 6 મહિનાથી વધુ સમય માટે રહેતા રહેવાસીઓની વિગતો નોંધવાની છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે NRC અને NPRવચ્ચે કોઈ સંબંધ નથી. પરંતુ, કેટલાક નિષ્ણાતો કહે છે કે NPR એ NRC તરફનું એક પગલું છે.