કેન્દ્રીય કેબિનેટે NPRને અપડેટ કરવાને આપી લીલીઝંડી, 8,500 કરોડનું બજેટ ફાળવાયું

દેશભરમાં નાગરિક્તા કાયદા અને એનસીઆરને લઈ ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે કેન્દ્રીય કેબિનેટે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ(એનપીઆર)ને મંજુરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એનપીઆરને મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલી અધિસૂચના પ્રમાણે આ વખતે એનપીઆર માટે આંકડા એકત્ર કરવામાં આવશે. પહેલી એપ્રિલ-2020થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર-2020 સુધી એનપીઆરની નોંધણી કરવામાં આવશે.

નોંધનીય છે કે એનપીઆરની શરૂઆત 2010માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે રાજ્ય સરકારોમાં મતભેદ ઉભા થયા હતા. આના કારણે બંગાળ અને કેરળ સરકારે એનપીઆરની પ્રક્રિયાને સ્થગિત કરી દીધી હતી. એનપીઆર એ રજિસ્ટર છે જેમાં દેશમાં રહેતા દરેક વ્યક્તિએ પોતાની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. આમાં દેશમાં રહેતા લોકોની તમામ પ્રકારની જાણકારી એકત્ર કરવામાં આવશે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એનપીઆર માટે 8,500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.