મુસ્લિમ યુવક સાથે લગ્ન કરશે સોનાક્ષી? યુવકનું નામ જાણીને તમે સો ટકા ચોંકી જશો

સલમાન ખાનની દબંગ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરનારી  અને વેટરન અભિનેતા શત્રુઘ્નસિંહાની દિકરી સોનાક્ષી સિંહાએ પોતાના કરિયરમાં અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. હાલમાં પણ તેની પાસે ફિલ્મો છે. પણ આજે આપણે સોનાક્ષીની ફિલ્મો નહીં પણ તેના મુસ્લિમ બોય ફ્રેન્ડ અંગે વાત કરીશું. ચર્ચા છે કે સોનાક્ષી સિંહા પોતાના આ બોયફ્રેન્ડની સાથે ટૂંક સમયમાં પરણી જશે. તો ચાલો જાણીએ આ મુસ્લિમ છોકરાનું નામ..

આ હેન્ડસમ યુવકનું નામ ઝહીર ઈકબાલ છે. ઝહીર ઈકબાલ ફિલ્મ અભિનેતા છે. નોટબૂક ફિલ્મમાં ઝહીર જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપર ફ્લોપ રહી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના રિપોર્ટ પ્રમાણે સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટીંગ કરી રહ્યા છે.

સોનાક્ષીએ લગ્ન અંગેની વાતો અફવા ગણાવી છે અને હાલ લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્ન જોવા ભારે રોમાંચક હોવાની સાથે ચર્ચાસ્પદ પણ બની રહેશે એમાં કોઈ બેમત નથી.