બિઝનેસમાં સક્સેસ થવા માટે એક્ટ વર્કશોપમાં પધારો અને બનાવો એક્શન પ્લાન

બિઝનેસમાં સફળતા મેળવવા માટે સ્ટ્રેટેજી (વ્યુહરચના) કેવી હોવી જોઈએ, સ્ટ્રેટેજીનું ઈમ્પ્લીમેન્ટેશન (અમલીકરણ) કેવી રીતે થઈ શકે તથા સ્ટ્રેટેજીથી સફળતા કેવી રીતે મેળવી શકાય, આવા અનેક મુદ્દાઓની ઝીણવટપૂર્વક જાણકારી આપવા માટે ‘સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગ’ના મુખ્ય આયોજક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ચિરાગ પટેલ અને મુકુલ ગોયલ દ્વારા એક્ટ (એક્શન ચેન્જિંગ થિંગ્સ )નામના વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું.

“એક્ટ વર્કશોપ’’ની વિશેષતા એ છે કે, આ વર્કશોપમાં ભાગ લેનાર ઉદ્યોગપતિ પૂરા 3 દિવસ માટે સુરતથી નજીક આવેલા એક ભવ્ય વૈદિક રિસોર્ટમાં જ રહે છે અને ત્રણ દિવસમાં પોતાના બિઝનેસની ઝીણવટપૂર્વક તથા સચોટપણે વ્યુહરચના બનાવે છે. બિઝનેસમાં આવતી બધી જ પ્રકારની સમસ્યાઓના સમાધાન વિશે ચર્ચા કરે છે અને અંતમાં એક સચોટ એક્શન પ્લાન સાથે પોતાના બિઝનેસની એક નવી શરૂઆત એક સાચી દિશામાં કરે છે.

“એક્ટ વર્કશોપનું આયોજન 13, 14, અને 15 ડિસેમ્બરના દિવસે કરવામાં આવ્યું હતું જેમાં સુરત અને નજીકના 22 શહેરના 22 ઉદ્યોગપતિએ ભાગ લીધો હતો અને ત્રણ દિવસમાં પોતાના બિઝનેસના ગ્રોથ માટેની વ્યુહરચના બનાવી હતી તથા બિઝનેસમાં આવતી સમસ્યાઓના સમાધાન લાવવાની પદ્ધતિઓ શીખી હતી

આ વર્કશોપમાં માઇન્ડફુલ પ્રવૃત્તિઓ લાઈવ કેશ સ્ટડીસ અને કેટલીક આઉટબાઉન્ડ રમતો રમીને બિઝનેસની વ્યૂહરચના બનાવવામાં આવે છે જેનો આધારસ્તંભ માત્ર થિયરી નહિ પણ 100 ટકા પ્રેક્ટિકલ હોય છે.

એક્ટ વર્કશોપમાં ચર્ચાયેલા મહત્વના મુદ્દાઓ

  1. સફળતા એ મહેનતથી નહીં પણ સાચી દિશામાં કરેલી મહેનત થી મળે છે
  2. તમારા ટીમની ખુશીઓ અને ખામીઓને બરાબર સમજો તો રિઝલ્ટ અચૂક પણે મળશે
  3. તમારા કસ્ટમરોને (ગ્રાહકોને) સાંભળો, સમજો કારણકે કસ્ટમરોની સફળતા માં જ છુપાયેલી છે તમારા સફળતાની ચાવી
  4. પ્રોડક્ટ એ નથી જે તમને ગમે, પણ એ છે કે જે ગ્રાહકોની જરૂરી છે
  5. બિઝનેસ મેનેજમેન્ટ એક કળા છે નસીબ નહીં
  6. તમારા કમ્પીટીટર (હરીફ) એ તમારા ગુરુ છે
  7. દિશા સારી હોય તો વહેલી કે મોડી પણ સફળતા જરૂર મળે છે