કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આવી રીતે પોસ્ટર લોન્ચ કરી એકતાનો આપ્યો મેસેજ

CAA અને NRC વિરુદ્વ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. અત્યાર સુધી પોલીસ ફાયરીંગમાં 16 લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિમાં ભાજપે પણ દેખાવકાર સામે નમતું જોખવાના બદલે વળતો વાર કરી સમર્થનમાં રેલી અને કાર્યક્રમો શરૂ કરી દીધા.

આ કાયદાને લઈ લોકોએ રેલી કાઢી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં ઘણા પોલીસ જવાનોને ભારે ઈજાઓ પહોંચી છે ત્યારે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ સીએએના વિરોધમાં ઉતરી આવ્યા છે હાર્દિક પટેલે પોસ્ટર સાથે વિરોધ કર્યો છે. હાર્દિકે હું હિન્દુ, મુ્સ્લિમ, બોદ્વ અને શીખ પણ છું એવા સૂત્ર સાથેનો પોસ્ટર સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાના અકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગુજરાત, દિલ્હી, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા જ તોફાનો ફેલાવી રહ્યા છે. ભાજપની ઈચ્છા છે કે, દેશમાં આંદોલન થાય અને બાદમાં આ આંદોલનને હિંદુ-મુસ્લિમના તોફાનોમાં ફેરવી દે. દેશના મૂળ મુદ્દાને ભટકાવી દેવાયા છે. બેરોજગારી, ખેડૂત, અર્થવ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ આ બધું તમે ભૂલી ગયા છો. જરા સંભાળીને મારા હિંદુસ્તાની.