શું NRCની અમલવારીથી સરકારની તિજોરી પર 70 હજાર કરોડનો બોજો આવશે?

મોદી સરકાર દેશભરમાં NRC લાગુ કરાવવાની વાત કરી રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદ અંદર ખુલ્લઆમ જાહેરાત કરી છે, આવા સંજોગોમાં માનવામાં આવે છે કે નાગરિકતા સુધારા અધિનિયમ બાદ હવે આ સરકારનું આગળનું પગલું NRCની અમલવારી કરવાનું રહેશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે NRCની અમલવારી કરાવવાની સરકારની જીદ અંગે લખ્યું કે જો આસામમાં ત્રણ કરોડ લોકોમાં NRC લાગુ કરવા માટે 1600 કરોડ લાગે તો 130 કરોડ લોકો માટેનો ખર્ચો 70 હજાર કરોડ થવા જાય છે. ભાજપના જણાવ્યા મુજબ ત્રણ કરોડ ઘુસણખોરો મળી આવે અને તેમને “ડિટેન્શન સેન્ટર” માં રાખવામાં આવે તો વાર્ષિક આશરે 3.65 લાખ કરોડ ખર્ચ થઈ શકે છે. સેન્ટરોના નિર્માણનો ખર્ચ અલગ થાય છે. આ ગાંડપણ નથી તો શું છે?

નોંધપાત્ર વાત એ છે કે મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલને સફળતાપૂર્વક પસાર કરી દીધું અને રાષ્ટ્રપતિની મહોર બાદ હવે કાયદો બની ગયો છે.