દેશ હિતમાં કામ કરવાનું હોય તો લોકોની નારજગી પણ સહન કરવી પડેઃ PM મોદી

નાગરિકતા સંશોધન કાયદા પર દેશમાં ચાલી રહેલી ધમાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “દેશ માટે કામ કરવામાં ઘણો ગુસ્સો સહન કરવો પડે છે. ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે. આ ઉપરાંત અનેક આરોપોનો સામનો કરવો પડે છે. ‘જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત દિલ્હીમાં Assocham નાકાર્યક્રમમાં અર્થવ્યવસ્થા, જીએસટી અને ઈઝ ઓફ ડુઈંગની રેન્કિંગને લઈને કહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ  Assocham ના કાર્યક્રમમાં કહ્યું કે ‘તમારી 100 વર્ષની યાત્રામાં ઉતાર-ચઢાવ આવશે. અનેક લોકોએ આની આગેવાની કરી હશે, તમામ અભિનંદનને પાત્ર છે. 100 વર્ષની યાત્રાનો મતલબ છે કે તમે ભારતના આઝાદી આંદોલનને અને આઝાદી બાદના સમયને જોયો છે.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘2020ની સાથે નવો દશકો સૌ માટે સુખ-સમૃદ્ધિ લાવે તે માટે શુભકામના. ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક નથી આવી. છેલ્લા પાંચ વર્ષથી દેશ મજબૂત થયો છે આ માટે આવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. 5-6 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફ વધી રહી હતી, પરંતુ અમારી સરકારે આ રોક્યું.’

તેમણે કહ્યું કે, ‘ભારતની અર્થવ્યવસ્થા નક્કી થયેલા નિયમોથી ચાલે તેમ અમે અર્થવ્યવસ્થામાં પરિવર્તન કર્યું છે. આજે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી માટે મજબૂત આધાર બન્યો છે. જ્યાં સુધી આખો દેશ મળીને લક્ષ્યને નક્કી નથી કરતો, ત્યાં સુધી લક્ષ્ય પૂર્ણ નથી કરી શકાતું. જ્યારે મેં આ લક્ષ્યને રાખ્યું ત્યારે ખબર હતી કે વિરોધ થશે અને કહેવામાં આવશે કે ભારત આ નહીં કરી શકે.’

તેમણે કહ્યું કે, ‘આજકાલ અર્થવ્યવસ્થાને ગતિ આપનારા સમૂહ આ લક્ષ્યની વાત કરી રહ્યા છે. જ્યારે મે 2014માં લાલ કિલ્લાથી જાહેરાત કરી કે દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરીશું, તો દેશે તે કરીને બતાવ્યું. અમે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ઈચ્છીએ છીએ. આ માટે ડિઝિટલ ટ્રાન્ઝેકશનથી જીએસટી સુધી કામ કરવામાં આવી રહ્યું છે. ‘પીએમ મોદીએ કહ્યું કે, ‘કંપની એક્ટમાં સૈંકડો એવી જોગવાઈ હતી જેમાં નાની નાની ભૂલો માટે ક્રિમિનલ એક્શનની વ્યવસ્થા હતી, અમારી સરકારે ઘણી જોગવાઈઓ બદલી દીધી.’