મોદી સરકાર બદલશે રેશન કાર્ડનું ફોર્મેટ, જાણો ક્યારથી થશે લાગુ?

મોદી સરકાર એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાને પહેલી જૂન-2020થી સંપૂર્ણ દેશમાં લાગુ કરવા માટે ઈચ્છે છે. એક દેશ એક રેશન કાર્ડની યોજના સંપૂર્ણ દેશમાં લાગુ થવાથી કોઈપણ કાર્ડધારક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત તે રાજ્યની કોઈપણ દુકાનમાંથી રેશન લઇ શકાશે.

કેન્દ્ર સરકારે “એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ”ના અભિયાનને આગળ વધારતા રેશન કાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે, નવા રેશન કાર્ડની જાહેર કરેલી ફોર્મેટ રાજ્યોમાં લાગુ કરવામાં આવનાર છે.

ખાદ્ય મંત્રલાયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું, રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ પોર્ટિબિલિટી લક્ષ્યને સિદ્ધ કરવા માટે જરૂરી છે કે વિભિન્ન રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે પણ રેશન કાર્ડ જાહેર કરે છે તે બધા જ એક સરખા ફોર્મેટમાં હોય. આ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત રેશન જાહેર કરવા માટે એમ સ્ટાન્ડર્ડ ફોર્મેટ જાહેર કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, વિભિન્ન રાજ્યોમાં જે પણ રેશન કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યા હતા તે બધા જ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ દેશમાં એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યોને કહેવામાં આવ્યું છે કે નવી રેશન કાર્ડ જયારે આપે ત્યારે નવા ફોર્મેટ પ્રમાણે જ આપે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે માનક રેશન કાર્ડમાં ધારકની જરૂરી માહિતી સામેલ કરવામાં આવી છે. રાજ્ય ઈચ્છે તો પોતાની જરૂરિયાત પ્રમાણે માહિતી ઉમેરી શકે છે.