ઝારખંડનું એક્ઝિ્ટ પોલ: ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ-જેએમએમ માટે સારા સમાચાર, જાણો શું કહે છે એક્ઝિટ પોલ

ઝારખંડના એક્ઝિટ પોલ પ્રસિદ્વ કરવામા આવ્યા છે. આ એક્ઝીટ પોલમાં ભાજપ માટે સારા સમાચાર નથી. એક્ઝિટ પોલમાં ભાજપને 22-32 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ-જેએમએમને 38-50 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એક્ઝિટ પોલના તારણો ભાજપને ઝટકો આપનારા પુરવાર થઈ રહ્યા છે. કોંગ્રેસ અને જેએમએમની સરકાર માટે એક્ઝિટ પોલે આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં નિષ્ફળ ગયા બાદ ભાજપ માટે આ એક મોટો આંચકો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા 370 અને રામ મંદિરને મહત્વનો મુદ્દો બનાવવામાં આવ્યો હતો.

આજતક અને એક્સિસ દ્વારા આ એક્ઝિટ પોલ પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જેએમએમના નેતા હેમંત સોરેને કહ્યું કે ચૂંટણીના પરિણામો આવવા દો ત્યાર બાદ આગળની વિચારણા કરાશે. 23મી તારીખે મતગણતરી કરવામા આવનાર છે.