IPL Auction 2020: જાણો ક્યો ખેલાડી કેટલામાં વેચાયો, કોની કેટલી બોલી અને છેલ્લી ઘડીએ શું થયું?

IPL Auction 2020ની સિઝન માટે ઓક્શન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી જે ખેલાડીઓની નીલામી થઈ રહી છે. આ ઓક્શનમાં 332 ખેલાડીઓની નીલામી કરવામાં આવનાર છે. ગ્લેન મેક્સવેલ 10.75 કરોડમાં વેચાયો હતો. જ્યારે પેટ કમિન્સ પર છેલ્લી મીનીટે કોલકાતાએ બાજી પલટીને તેને 15.25 કરોડમાં ખરીદ્યો હતો. બન્ને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા વતી રમે છે. કમિન્સ બોલર છે તો મેક્સવેલ ઘુઆંદાર બેટ્સમેન છે.

ક્રિશ મોરીસને લઈ પંજાબ અને મુંબઈ વચ્ચે ભારે રસાકસી થઈ હતી. અંતે ક્રિશ મોરીસને 10 કરોડમાં આરસીબી લઈ ગઈ હતી.

ચેન્નાઈએ સેમ કુરનને 5.50 કરોડમાં ખરદ્યો હતો. આમ ચેન્નાઈએ નીલામીમાં ખાતું ખોલાવ્યું હતું.

સ્ટૂઅર્ટ બિન્ની હજુ પણ વેચાયો નથી. તેની બેઝીક પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.

કિંગ્સ ઈલેવનના ખેલાડીઓ-ઓક્શનના પ્રથમ બે સટ બાદ

કેએલ રાહુલ, કરુણ નાયર, મોહમ્મદ શામી, નિકોલસ પુરન, મુજીબુર્રહેમાન, ક્રિસ ગેલ, મનદીપસિંહ, મયક અગ્રવાલ, હરદોસ વિલજોન, દર્શન નલકાંડે, સરફરાઝ ખાન, અર્શદીપસિંગ, હરપ્રિત બ્રાર, મુરુગન અશ્વિન,કે,ગૌતમ,જે,સુચિથ અને ગ્લેન મેક્સવેલ

ચેન્નાઈ સુપર કિંગ્સ-ઓક્શનના પ્રથમ બે સેટ બાદ

એમએસ ધોની, સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટસન, ફાફ ડુ પ્લેસીસ, મુરલી વિજય, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, રિતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો,કરન શર્મા, ઈમરાન તાહીર, હરભજનસિંગ, મિચેલ સ્ટેનર, શાર્દુલ ઠાકુર, કેએમ આસીફ, દિપક ચહર, એન.જગદીશન, લંગી નાગીદી, મોનુસિંગ અને સેમ કરન

કેકેઆર-ઓક્શનના બે સેટ પછી

દિનેશ કાર્તિક,આંદ્રે રસેલ,સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, શૂભમનગીલ,લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, રીન્કુસિંગ, પ્રસિદ્વ ક્રિષ્ના, સંદીપ વારીયર, હેરી ગુરને, કમલેશ, નાગરકોટી, શિવમ માવી,સિધ્ધેશ લાડ, ઈવોનમોર્ગન, પેટકમિન્સ