રતન ટાટાને મોટો ઝટકો, સાયરસ મિસ્ત્રી ફરી એક વાર બન્યા ટાટા સન્સના ચેરમેન

સાયરસ મિસ્ત્રીને તાતા સન્સનાં ચેરમેન પદે ફરીથી અપોઈન્ટમેન્ટ કરવામાં આવ્યા છે. મૂકવામાં આવશે. NCLAT(નેશનલ કંપની લો એપેલટ ટ્રીબ્યુનલ)એ આજે ટાટા-મિસ્ત્રી કેસમાં સાયરસ મિસ્ત્રીને કંપનીમાંથી બહાર કાઢવાની બાબતને ગેરકાયદે ગણાવી હતી. જોકે, NCLATનો આ આદેશ ચાર અઠવાડિયા પછી જ અમલમાં આવશે. આ રીતે  ટાટા જૂથને હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા ચાર અઠવાડિયા મળશે.

NCLATએ સાયરસ મિસ્ત્રીને ટાટાસન્સના ચેરમેન તરીકે પુન:સ્થાપિત કર્યા છે. NCLAT એન ચંદ્રાની નિમણૂંકને ગેરકાયદેસર ગણાવી છે. NCLAT સાયરસ મિસ્ત્રીને કંપનીમાંથી હટાવવા અંગે ચુકાદો આપ્યો છે. NCLATનો નિર્ણય ચાર અઠવાડિયા પછી અમલમાં આવશે. ટાટા સન્સ NCLATના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકે છે. ટાટા જૂથને સુપ્રીમ કોર્ટમાં જવા માટે ચાર અઠવાડિયાનો સમય મળી રહેશે.

9 જુલાઈએ NCLTએ સાયરસ મિસ્ત્રીની અરજી નામંજૂર કરી હતી. NCLTના આદેશને સાયરસ મિસ્ત્રી દ્વારા પડકારવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2016માં સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી 2012માં ટાટા સન્સના અધ્યક્ષ બન્યા હતા.