NRCના નવા કાયદાનો ગુજરાત કરશે સીધો અમલઃ મુખ્યમંત્રી રૂપાણી

નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન(NRC)ને લઇ સરકારનો અમિત શાહે પક્ષ મૂકતા કહ્યું કે ધર્મના આધાર પર કોઇ કાર્યવાહી થવાની નથી. જે કોઇપણ એનઆરસીની અંતર્ગત દેશનું નાગરિક હશે નહીં તે બધાને દેશની બહાર નીકાળાશે. એક પણ ઘૂસણખોર બચશે નહીં. તદઉપરાંત એનઆરસી માત્ર મુસ્લિમો માટે નથી.

રાજ્યસભામાંથી ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીનું બિલ પાસ કરાવ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આખા દેશમાં એનઆરસીની કવાયત તેજ થઈ ગઈ છે. દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરવા માટે એનઆરસી બિલ લાવવામાં આવ્યું હતું. હવે આ દિશામાં ગુજરાતમાં પણ ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી એકત્ર કરવા માટે ઓર્ડર આવી ગયા છે.

ગુજરાતમાં એનઆરસીની કવાયત તેજ થઈ ગઈ છે. એનઆરસીને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર લોકોની માહિતી એકત્ર કરવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. ગુજરાતમાં એનઆરસી હેઠળ બાંગ્લાદેશી, પાકિસ્તાનથી આવેલા લોકોની માહિતી એકત્ર કરાશે.

આજે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ફાયનાન્સીયલ સિટી બને તેવું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું માટે ગિફ્ટ સિટીના વિકાસમાં નવું પીંછું ઉમેરાયું છે. આ સાથે જ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એનઆરસી કાયદાને લઇ કહ્યું કે, દરેક રાજ્યોએ એનઆરસીના કાયદાનો અમલ કરવો જ જોઈએ, એનઆરસીના નવા કાયદાનો ગુજરાત પણ અમલ કરશે અને એનઆરસીના કાયદાથી દેશના કોઈ નાગરિકને તકલીફ નહીં પડે. વધુમાં વિરોધપક્ષને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, વિરોધ કરી રાજકીય રોટલા સેકવાનો વિરોધપક્ષનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેઓ પોતાના પ્રયાસમાં ક્યારેય સફળ થઇ શક્શે નહી.