ડૂંગળી અને તેલની લૂંટ બાદ મોડાસા નજીક જીરું ભરેલા ટ્રકની લૂંટ, લૂંટફાટ કરતી ગેંગ સક્રીય હોવાની આશંકા

ગુજરાતમાં નીત-નવા ક્રાઈમના સમાચાર બની રહ્યા છે. સુરતમાં ડૂંગળીની ચોરી, ત્યાર બાદ મોરબીમાં તેલની લૂંટ અને હવે જીરું ભરેલા ટ્રકને લૂંટી લેવામાં આવ્યો છે. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા વાહનોમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય બની છે જ્યારે પોલીસ નિક્રિય બની છે. ઉંઝાથી ટ્રકમાં જીરૂ ભરી ઇન્દોર જઈ રહેલ ટ્રકને હિંમતનગર નજીક કારમાં આવેલા કેટલાક લુટારુએ આંતરી ટ્રકમાંથી ડ્રાઈવર-કલીનરને ઉતારી માર મારી દોરડા વડે બંનેને બાંધી દઈ મોડાસાના કોલીખડ પાટિયા નજીક રોડ નજીક ઝાડીમાં નાખી દેતા વહેલી સવારે પસાર થતા રાહદારીને ખબર પડતા પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક-ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ આવી હિંમતનગરમાં લૂંટ થઈ હોવાથી હિંમતનગર પોલીસને મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

ઉંઝાથી ટ્રકમાં જીરૂ ભરી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે નીકળેલા ટ્રક ચાલકને હિંમતનગર સહકારી જીન નજીક સફેદ કલરની મારુતિમાં આવેલા 4 થી 5 શખ્સોએ આંતરી ટ્રક અટકાવી ટ્રકમાંથી ડ્રાઈવર-કલીનરને ઉતારી માર મારી બંનેને દોરડાથી બાંધી દઈ મોઢા પર સેલોટેપ લગાવી ગઈ ગોદડામાં લપેટી કારમાં અપહરણ કરી ટ્રકની લૂંટ કરી ટ્રક-ડ્રાઈવરને કારમાં કોલીખડ નજીક નાખી દઈ રફુચક્કર થઈ જતા કોલીખડ નજીક ટ્રક-ડ્રાઈવર કણસતી હાલતમાં રોડ નજીકથી પસાર થતા રાહદારીએ મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી દોરડાથી બંધાયેલા ટ્રક-ડ્રાઈવરને મુક્ત કરાવી મોઢા પરથી સેલો ટેપ કાઢતા ટ્રક-ડ્રાઈવરે પોલીસ આગળ સમગ્ર ઘટના અંગે જણાવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી ટ્રક-ડ્રાઈવરને હિંમતનગર નજીક લૂંટની ઘટના બની હો