ભાજપ-શિવસેનાનું વધુ એક ગઠબંધન તૂટી ગયું, ડેપ્યુટી મેયરે આપવું પડ્યું રાજીનામું

મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાગઠબંધન તોડ્યા બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઔરંગાબાદ મહાનગર પાલિકામાં પણ એક બીજાને છોડી દીધા છે. ભાજપના ડેપ્યુટી મેયર વિજય ઔતાડેને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ઔરંગાબાદ મહાનગરપાલિકામાં કુલ 113 બેઠકો છે. જેમાં શિવસેનાના 29 કાઉન્સિલો, એમઆઈએમના 25, ભાજપના 22, કોંગ્રેસના 8 અને એનસીપીના 4 કોર્પોરેટરો છે. આ સિવાય 24 કાઉન્સિલો અપક્ષ છે. મહાનગર પાલિકામાં બે મહિના બાદ ચૂંટણી યોજાવાની છે.