પંકજા મૂંડેનો મોટો ધડાકો, “ભાજપ ચાહે તો મને કાઢી મૂકે, કોઈ ચિલ્લર સામે નહીં ઝૂકું”

મહારાષ્ટ્ર ભાજપમાં મોટી મોકાણ સર્જાણી છે દેવેન્દ્ર ફડણવીસ સામે બે મોટા નેતાઓએ મોરચો ખોલી દીધો છે. પંકજા મૂંડે અને એકનાથ ખડસેએ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. ખડસેએ તો પાર્ટી છોડવા સુધી ધમકી આપી દીધી છે તો પંકજાએ મૂંડેએ પિતા ગોપીનાથ મૂંડેના સ્મરાણાર્થે યોજાયેલી સભામાં ધડાકો કરતાં કહ્યું કે પાર્ટી ઈચ્છે તો મને કાઢી મૂકે.

પંકજા મુંડેએ કહ્યું કે, ‘ગોપીનાથ મુંડે આજે પણ આપણી વચ્ચે નથી, છતાં પણ લોકો તેમને આજે પણ ચાહે છે. હું ચૂંટણીમાં હારી છું પણ લોકોનો પ્રેમ આજે પણ મારી સાથે છે. હું નાના-મોટા ચિલ્લર સામે ઝૂકીશ નહીં.

પંકજા મુંડેએ વધુમાં કહ્યું કે, ‘પહેલી ડિસેમ્બરે મેં ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. આજે 12 ડિસેમ્બર છે. હું જોઈ રહી છું કે હું શું કરવા જઈ રહી છું એ લોકો જોઈ રહ્યા છે. લોકો મને ટાંકીને ખબરો ફેલાવી રહ્યા હતા અને મને જ એની ખબર પડી નહીં. સૂત્રો તો એટલા બધા પાક્કા હતા કે તેઓ પતો લગાડી શક્યા નહીં કે ફડણવીસ અને અજિત પવાર શપથ લેવાના છે.

લોકો મારા સ્ત્રોતોને ટાંકીને સમાચાર ચલાવતા હતા, ઘણા સારા લોકોના સ્ત્રોત હતા, તેથી કોઈને કેમ ખબર ન હતી કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર શપથ લેવાના છે.

પંકજાએ કહ્યું, ‘લોકો મારી સાથે છે. મેં સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે. લોકો મારી સાથે ઉભા રહ્યા. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મેં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવા માટે ઝુંબેશ ચલાવી હતી. દરેક ધારાસભ્ય માટે પ્રચાર કરવા ગઈ હતી જેથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકાય.  પરંતુ એ લોકોએ વિચાર્યું કે હું છેતરપિંડી કરીશ. મારી પાસે ગોપીનાથ મુંડેના સંસ્કાર છે. હું કોઈને છેતરતી નથી.

ભાજપ માટે બળવાખોર વલણ અપનાવનારા પંકજાએ કહ્યું હતું કે ‘મને એ લોકો પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. મેં મારી પોસ્ટમાં લખ્યું છે કે ફર્સ્ટ નેશન, સેકન્ડ પાર્ટી અને થર્ડ આઈ. તો એ લોકોએ કેવી રીતે વિચાર્યું કે હું દગો આપીશ. મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હું પાર્ટી છોડીશ. જેમ નાથા ભાઉ (એકનાથ ખડસે)એ કહ્યું કે જો અમેન પાર્ટીના દરવાજાથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો આખરે આપણે શું કરવાનું રહે છે?  એવી અફવા હતી કે હું એક અલગ પાર્ટી બનાવીશ. પક્ષના લોકોએ મને ગુનેગાર ગણાવવાનું શરૂ કર્યું.

પંકજાએ કહ્યું કે અફવા છે કે હું એક અલગ પાર્ટી બનાવીશ. પક્ષના લોકોએ મને ગુનેગાર ગણાવવાનું શરૂ કર્યું. એક સમયે લાલકૃષ્ણ અડવાણી, નીતિન ગડકરી, ગોપીનાથ મુંડે ભાજપ ચલાવતા હતા. પરંતુ તેમના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. તે એક પ્રક્રિયા છે. નવા લોકો આવશે અને બદલાશે. પાર્ટી એક વ્યક્તિની નથી.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી હવે કેટલાક લોકોના હાથમાં આવી ગઈ છે. આ પાર્ટી કેટલાક લોકોની નહીં પણ તમામ લોકોની પાર્ટી હોવી જોઈએ. આજે હું કોર કમિટીની સભ્ય પણ નથી. મને કોઈ પદની અપેક્ષા નથી. અજિત પવારના શપથ લીધા પછી મેં સુપ્રિયા સુલેની આંખોમાં આંસુ પણ જોયા હતા.

તેમણે કહ્યું, ‘આ જોઈને મને ખૂબ જ દુખ થાય છે.  હું જાણું છું કે જ્યારે ઘર તૂટે છે ત્યારે શું થાય છે. મેં સુપ્રિયા સુલે અને મારા કોમન મિત્રને કહ્યું કે મને અજિત પવાર પાર્ટી છોડવાનું મને સારું લાગ્યું નથી. ત્યાર બાદ આ ફેમિલીને ખુશી મળી કારણ કે તેમની પાછળ પિતા શરદ પવાર ઉભા હતા.