PSLVની 50મી ઉડાન: રક્ષા સેટેલાઈટ રિસેટ-2BRને લોન્ચ કરાયું, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ

ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)એ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સ્પેસપોર્ટથી પીએલએસવી-સી 48 રોકેટ પરથી રડાર ઇમેજિંગ પૃથ્વી સર્વેલન્સ સેટેલાઇટ આરઆઇએસએટી -2 બીબીઆર-1નું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યે છે. ઈસરોએ રક્ષા સેટેલાઈટની સાથે સાથે નવ જેટલા વિદેશી સેટેલાઈટ પણ લોન્ચ કર્યા છે. રિસેટની આ 50મી ઉડાન છે.

સેટેલાઈટ લોન્ચ કરવાના સમયમાં હવામાન સંપૂર્ણ રીતે ચોખ્ખું હતું. 3.25 મીનીટે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. 44.4 મીટર ઉંચા રોકેટને લોન્ચ કરવામાં આવ્યા બાદ ઈસરોએ મોટી સિદ્વિ હાંસલ કરી છે. ઉડાન ભર્યા બાદ માત્ર 16 મિનિટ પછી RISAT-2BR1  પૃથ્વીથી 576 કિ.મી.ની ભ્રમણકક્ષામાં તરતું થઈ ગયું હતું. આ સેટેલાઈટ પાંચ વર્ષ સુધી ભ્રમણ કરતું રહેશે.

એટલું જ નહીં, આ લોન્ચિંગની સાથે જ ઇસરોના નામે બીજો રેકોર્ડ બની ગયો છે. આ એક રેકોર્ડ છે – 20 વર્ષમાં 33 દેશોમાં 319 ઉપગ્રહો છોડવાનો. 1999થી  ઇસરોએ અવકાશમાં કુલ 310 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આજના 9 ઉપગ્રહોને જોડીને આ સંખ્યા વધીને 319 થઈ ગઈ છે. આ 319 ઉપગ્રહો 33 દેશોના છે.