નાગરિકતા બિલ પાસ થતાં જ આ 31 હજાર લોકોને મળી જશે ભારતની નાગરિકતા,જાણો બિલના ઈતિહાસ વિશે

નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સુધારણા બિલને લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મોદી સરકારે લોકસભામાંથી નાગરિકતા સુધારણા બિલ પસાર કર્યું છે, જે પછી આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 31,313 બિન-મુસ્લિમ શરણાર્થીઓને આ બિલ લાગુ થયા પછી તુરંત જ ભારતની નાગરિકતા આપવામાં આવશે, ત્યારબાદ તેઓ દેશના બાકીની જેમ સરકારી સવલતો લઈને વધુ સારું જીવન જીવી શકશે.

દેશભરમાં નાગરિકતા સુધારણા બિલ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે શરણાર્થીઓની સંખ્યા પર બે અલગ અલગ સત્તાવાર આંકડાઓ છે. પ્રથમ ડેટા જાન્યુઆરી 2019ની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો છે, જે ગુપ્તચર બ્યુરોના આધારે રજૂ કરવામાં આવ્યો છે.

જ્યારે, બીજો આંકડો માર્ચ 2016નો છે, જે એક સવાલના જવાબમાં સંસદમાં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરન રિજિજુએ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014 સુધી આ ત્રણેય દેશોના શરણાર્થીઓની સંખ્યા 1 લાખ 16 હજાર 85 છે. જો કે તેમાં શરણાર્થીઓના ધર્મ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નાગરિકતા સુધારણા બિલ સંસદ દ્વારા 2016માં જેપીસીને મોકલવામાં આવ્યું હતું. આ સંસદીય સમિતિમાં લોકસભાના 19 અને રાજ્યસભાના 9 સભ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત આઈબી અને રોના પ્રતિનિધિઓ પણ તેમાં શામેલ થયા હતા. સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા, જેમણે 7 જાન્યુઆરી 2019ના રોજ સંસદમાં જેપીસીનો અહેવાલ રજૂ કર્યો હતો.

જેપીસીના રિપોર્ટમાં આઈબી વતી કહેવામાં આવ્યું હતું કે નાગરિકતા સુધારણા બિલ લાગુ થયા પછી તરત જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા 31,313 બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ મળશે. ત્રણ દેશોના 31,313 શરણાર્થીઓમાંથી, 25,447 હિંદુઓ છે અને બીજી સંખ્યા શીખોની છે, જેમની સંખ્યા 5807 છે. જ્યારે ક્રિશ્ચિયન 55, પારસી 2 અને બૌદ્ધની સંખ્યા 2 છે. આ એવા લોકો છે જેમને તેમના સંબંધિત દેશોમાં ધાર્મિક આધારો પર ત્રાસ આપવામાં આવ્યો છે અને આ આધારે તેમને લાંબા ગાળાના વિઝા મળ્યા છે.

જ્યારે બીજી વાર માર્ચ 2016માં શરણાર્થીઓના પ્રશ્ન અંગેનો જવાબ આપતા તત્કાલીન ગૃહ મંત્રાલય કિરણ રિજિજુએ કહ્યું કે પહેલી ડિસેમ્બર, 2014 સુધીમાં દેશના રાજ્યોમાં વિશ્વભરમાંથી કુલ 2,89,394 શરણાર્થીઓ છે, જેમાંથી 1,16,085 શરણાર્થીઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવ્યા છે.

આવી સ્થિતિમાં જ્યારે જેપીસીએ ત્રણ દેશોના કુલ 1,16,085 શરણાર્થીઓમાંથી 31,313 બિન-મુસ્લિમ શરણાર્થીઓને ઘટાડ્યા ત્યારે સ્પષ્ટ છે કે દેશમાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના, 84,772૨ શરણાર્થીઓ મુસ્લિમ છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાંથી નાગરિકત્વ બિલ પસાર કર્યા પછી અને કાનૂની સ્વરૂપ ધારણ કર્યા પછી, 31,313 શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન અને બૌદ્ધ શરણાર્થીઓ, દેશમાં વસતા બાકીના લોકોની જેમ જમીનના અધિકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ શકશે. આના દ્વારા તેઓ તેમના બાળકોને વધુ સારી શાળા શિક્ષણમાં પ્રવેશ આપી શકશે. ચૂંટણીમાં મતદાનથી લઈને લડતી ચૂંટણી સુધીના બધા અધિકાર તેમને મળશે.