અગત્યના સમાચાર: ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે સામાન્ય લોકોને રાહત, 16 ડિસેમ્બરથી બદલાઈ રહ્યો છે આ નિયમ

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના નિયમો ટૂંક સમયમાં બદલાઈ રહ્યા છે. સામાન્ય લોકોને આનાથી થકી રાહત મળવાની છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે 16મી ડિસેમ્બરથી નેશનલ ઈલેક્ટ્રોનિ ફંડ ટ્રાન્સફર (NEFT) હેઠળ ટ્રાન્ઝેક્શનની સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ મળશે. આનો અર્થ એ છે કે હવે તમે NEFT દ્વારા ગમે ત્યારે અને કોઈપણ સમયે ઓનલાઇન મની ટ્રાંઝેક્શન કરી શકો છો. રિઝર્વ બેંકે પહેલા જ NEFT વ્યવહારો પરનો ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય કરેલો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓનલાઇન ટ્રાંઝેક્શન કરતા લોકોને મોટી રાહત આપી છે. સપ્ટેમ્બર 2019 સુધી એટલે  ફક્ત 1 વર્ષમાં NEFT તરફથી 252 કરોડનું ટ્રાંઝેક્શન થયું હતું. વાર્ષિક ધોરણે પણ NEFTના વ્યવહારોમાં 20 ટકાનો વધારો થયો છે. આ પછી, રિઝર્વ બેંકે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે NEFT વ્યવહારને 24/7 શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કે તમામ બેંકોને કરન્ટ અકાઉન્ટમાં નિયમિત રીતે હંમેશા પર્યાપ્ત ફંડ રાખવાનું કહ્યું છે, જેથી  NEFT વ્યવહારોમાં કોઈ મુશ્કેલી ન આવે. આરબીઆઈએ તમામ બેંકોને આ સેવાને યોગ્ય રીતે લાગુ કરવા જણાવ્યું છે.

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)  એ ઓનલાઇન વ્યવહારનું એક માધ્યમ છે. આ અંતર્ગત, તમે એક સમયે બે લાખ રૂપિયા સુધીની રકમ ઓલાઇન ટ્રાન્સફર કરી શકો છો. આ વ્યવહાર બેંક શાખા દ્વારા અથવા ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ દ્વારા કરી શકાય છે. હમણાં સુધી NEFT વ્યવહાર સવારે 8 થી સાંજે 7 વાગ્યા દરમિયાન થાય છે. પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી કાર્યરત રહતું  છે, પણ હવે 16 ડિસેમ્બરથી આ સુવિધા દિવસના 24 કલાક અને અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે.