બિનસચિવાલય પરીક્ષા રદ કરાવવા વિદ્યાર્થીઓ મક્કમઃ યુવરાજસિંહનું ગ્રુપ ગાયબ

બિન સચિવાયલય પરીક્ષા રદ કરવાની માંગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ એ હજુ ગાંધીનગરમાં સત્યાગ્રહ ચાલુ રાખ્યો છે. બીજી તરફ યુવરાજસિંહ અને તેનું ગ્રુપ ગાયબ થઈ ગયું છે.

બિનસચિવાલય પરીક્ષા રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા અડગ છે. તો બીજી બાજુ એસઆઈટીની રચના બાદ કહેવાતા વિદ્યાર્થી નેતા જેવાં કે યુવરાજસિંહ તેના ગ્રુપ સાથે ગાયબ થઈ ગયા છે. પણ અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા છે. તો ગત રાત્રિએ પણ પરીક્ષાર્થીઓએ કડકડતી ઠંડીમાં રાત્રિ રસ્તા પર પસાર કરી હતી.

સચિવાલય પરીક્ષા રદ કરવા માટે સરકારે એસઆઈટીની રચના કરી વિદ્યાર્થી નેતાઓમાં ફાંટા પાડી દીધા છે. પણ અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માગ સાથે હજુ પણ ગાંધીનગરમાં રોકાયેલાં છે. કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં બેસી રહ્યા હતા. તો કેટલાક લોકો ઠંડીથી બચવા માટે ટોયલેટમાં સૂઈ ગયા હતા. કડકડતી ઠંડીથી પરીક્ષાર્થીઓને બચાવવા માટે કોઈ પણ નેતા આગળ આવ્યા ન હતા.

જો કે કોંગ્રેસના નેતાઓએ આંદોલન પર ઉતરેલાં વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરી હતી. જેને કારણે મોડી રાત્રે પરીક્ષાર્થીઓએ ભોજન લીધું હતું. સરકાર સાથે મીટિંગ કરીને યુવરાજસિંહ અને તેની ટીમે આંદોલન પૂર્ણ કર્યું છે. પણ અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે અડગ થઈને બેસી રહ્યા છે.