ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 5106 શિક્ષકોની કરાશે ભરતી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1913 તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3193 મળી કુલ 5106 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જે માટે ઉમેદવારે તા. 8-12 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રથમ મેરીટલીસ્ટ 12-12ના જાહેર થશ. 17-12ના વેરીફીકેશન થશે અને 20-12ના પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થશે. તા. 27-12 સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવશે. ત્યાર પછી 30-12 સુધીમાં વેઈટીંગ લીસ્ટ તૈયાર થશે.

31-12 થી 5-1-2002 સુધી ઓનલાઈન સ્થળ પસંદગી થશે. 7-1-20ના ઉમેદવારોને ભલામણપત્ર આપવામાં આવશે. અને 10-1-2020 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરી નિમણૂક પત્ર મેળવી લેવાનો રહેશે. આ ભરતી પ્રક્રિયાની જાહેરાતથી ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો તથા આચાર્યોને રાહત થશે.