ઋષભ પંતની વહારે આવ્યો કોહલી કહ્યું “તક મળવી જોઈએ”

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે વિકેટકીપર રિષભ પંતનો બચાવ કર્યો હતો. વિરાટે કહ્યું કે અમને રિષભની યોગ્યતા પર પૂરો ભરોસો છે પરંતુ એ સૌની જવાબદારી છે કે તેને વધારવા માટે હજુ મોકો મળે. ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યું કે જો રિષભ થોડી પણ ચૂક કરે તો સ્ટેડિયમમાં લોકો ધોની-ધોની બોલવા લાગે છે. તેમણે કહ્યું કે આ સન્માનજનક નથી અને કોઇ ખેલાડી આવું ઇચ્છતો નથી. આ વાત કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ પહેલા શરૂ થનારી ્‌૨૦ સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ્‌૨૦ સીરીઝની પહેલી મેચ શુક્રવારે હૈદરાબાદમાં રમાશે.

ફાસ્ટ બોલર્સના સવાલ પર કોહલીએ કહ્યું- ટીમમાં માત્ર એક ખાલી જગ્યા માટે લડાઇ થવાની છે. મારા હિસાબથી ત્રણ ખેલાડી પહેલાથી જ તેમનું સ્થાન પાકુ કરી ચૂક્યા છે. આ ખૂબ જ સ્વસ્થ પ્રતિસ્પર્ધા હશે. હવે એ જોવાનું છે કે કોણ બહાર થાય છે.