સરકારને ઝટકો, જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડાયું, રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં

રિઝર્વ બેંક (RBI) એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. માર્કેટને આશા હતી કે રિઝર્વ બેંક સતત છઠ્ઠી વખત વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે, પરંતુ આરબીઆઈએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ના તમામ 6 સભ્યો વ્યાજના દરમાં ઘટાડા તરફેણમાં ન હતા. જોકે, રિઝર્વ બેંકે ભવિષ્યમાં વ્યાજના દરમાં ઘટાડો કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

રિઝર્વ બેંકનું કહેવું છે કે CPIને ધ્યાનમાં રાખીને, ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રિઝર્વ બેંકે ઓક્ટોબર-માર્ચ માટે ફુગાવાનો લક્ષ્યાંક વધારીને 4.7 ટકા-5.1 ટકા કરી દીધો છે. જ્યારે 2020 માટે જીડીપી ગ્રોથને અંદાજિત 6.1 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. આરબીઆઈનું કહેવું છે કે ટૂંકા ગાળામાં ફુગાવાના દરમાં વધારો થવાની ધારણા છે. હાલમાં રેટ કટનો લાભ ગ્રાહકો સુધી ધીમી ગતિએ પહોંચી  રહ્યો છે. સહકારી બેંકમાં થયેલા કૌભાંડ અંગે આરબીઆઈએ કહ્યું છે કે સહકારી બેંક માટે ડેટા બેઝ બનાવવામાં આવશે અને તેના માટે રેગ્યુલેટરી નિયમો પણ બનાવવામાં આવશે.

રેપોરેટ 5.15 
રિવર્સ રેપો રેટ  4.90
એસએસએફઆર 5.40
બેન્ક રેટ  5.40