CM ઉદ્વવ ઠાકરેનો આરે મેટ્રો પ્રોજેક્ટ અંગે મોટો નિર્ણય, આરેના એક પણ પાંદડા પર આરી નહીં ચાલે

મુખ્યમંત્રી બન્યાના એક દિવસ બાદ જ ઉદ્વવ ઠાકરેએ આરે મેટ્રો રેલ પ્રોજેક્ટ પર આરી ચલાવી છે અને કહ્યું કે જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી આરે મેટ્રો રેલ પ્રોજેક્ટ સ્થિગત કરવામાં આવે અને આરેના એક પણ પાંદડા પર હવે આરી ચાલશે નહીં.

આરે કોલોનીને લઈ મોટો નિર્ણય કરતા ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર હવે આરી ચાલશે નહીં. તેમણે આરે કાર શેડ પર રોક લગાવી દીધી છે.

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ પદગ્રહણ કર્યું હતું અને તરત જ મંત્રાલયના અધિકારીઓ-કર્મચારીઓ સાથે મીટીંગ કરી હતી. મીટીંગમાં તેમણે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મેટ્રોનું કાર્ય અટકશે નહીં પણ નવા આદેશ સુધી એક પણ પાંદડું કાપવામાં આવશે નહીં.