વેરાવળ: લગ્ન પહેલાં જ બંધાયા શારીરિક સંબંધ અને યુવતી ગર્ભવતી થઈ, પછી શું થયું?

વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતી યુવતી બેભાન થઇ જતા તેણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જયાં તેણીને છ માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મંગેતરે જ ગર્ભવતી બનાવી હોવાનું ખુલ્યુ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર વેરાવળના બીજ ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતી બેભાન થઇ જતા તેણીને સારવાર માટે તાલાલા અને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન યુવતીને ૬ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક પુછતાછમાં યુવતીની બે વર્ષ પુર્વ તાલાલાના બાકુલા ધાણેજ ગામે રહેતા યુવક સાથે સગાઇ થઇ હતી મંગેતરે જ ગર્ભવતી બનાવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.