અક્સ્માતોની વણઝાર: BRTS બસના ડ્રાઈવરો તથા કોરિડોર અંગે રાજકોટ કોર્પોરેશન લીધો આવો મોટો નિર્ણય, અમલ નહીં તો કડક કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને બપોરે બે કલાકે બીઆરટીએસ બસ સેવા અને સિટી બસ સેવાના અધિકારીઓ તેમજ ડ્રાઇવર અને કન્ડકટરોની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી તાજેતરમાં અમદાવાદમાં બીઆરટીએસ બસ સાથે અકસ્માતમાં બે યુવાનોનાં મોત નિપજ્યાની ઘટનાના અનુસંધાને રાજકોટમાં બીઆરટીએસ અને સિટી બસ સેવા સલામત રીતે ચાલે અને અકસ્માતો ન સજાર્ઇ તે માટે જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડએ જણાવ્યું હતું કે હવેથી તમામ ડ્રાઇવરો અને કંડક્ટરો માટે યૂનિફોર્મ પહેરવો ફરજીયાત રહેશે આ માટેનો ડ્રેસકોડ નક્કી કરવા તેમણે અધિકારીઆેને સૂચના આપી હતી.આ ઉપરાંત જોખમી ડ્રાઇવિંગ કરનારાઓ સામે તાત્કાલિક અસરથી પગલા લેવા, બસ જ્યારે બસ સ્ટોપ પર ઊભી હોય ત્યારે પાર્કિંગ ઇન્ડિકેટર ચાલુ રાખવા, બસો સમયપત્રક મુજબ ચલાવવા, ત્રિકોણ બાગ પાસે બસ પાર્કિંગ વધુ વ્યવસ્થિત રીતે કરાવવા, ખોટી રીતે અને હરીફાઈ કરવાના હેતુથી જોખમી આેવરટેકીગ થતું અટકાવવા, બસ જ્યારે પૈસા કઈ રીતે ચલાવવામાં આવે તો તેમાં બેઠેલા મુસાફરો ફરિયાદ કરી શકે તે માટે બસની અંદર અને બહાર બંને બાજુએ ફરિયાદ કરવા માટેના સંપર્ક નંબર દશાર્વવા, બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવાના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ કરાવવા, બસ ચલાવતી વખતે સીટબેલ્ટ ફરજિયાત અને મોબાઇલ ફોનનો વપરાશ નહી કરવા તેમજ સિટીબસ અને બીઆરટીએસની બસમાં સ્પીડ લિમિટ રાખવા સહિતની સૂચનાઆે જારી કરવામાં આવી હતી.

ઉપરોક્ત મિટિંગમાં ડેપ્યુટી કમિશનર તરીકે સી.કે.નંદાણી રાજકોટ રાજપથ લિમિટેડ ના જનરલ મેનેજર જે.ડી. કુકડીયા, આસી. મેનેજર વોરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાે હતો.