34 વર્ષ પહેલાં રાજીવ ગાંધીએ રાખેલું આ મિનિસ્ટ્રીનું નામ હવે મોદી સરકારે બદલ્યું, રાખ્યું આ નામ

કેન્દ્રના એચઆરડી વિભાગનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરવાની પ્રક્રીયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નવી શિક્ષા નીતિને લાગુ કરવાની સમય સીમાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ નીતિના અમલ સાથે માનવ સંશાધન વિકાસ (એચઆરડી) મંત્રાલયનું નામ બદલી દેવામાં આવશે. આ સાથે તે ફરી શિક્ષા મંત્રાલયના નામથી ઓળખવામાં આવશે.

આશરે 34 વર્ષ પહેલા 1985માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંશાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું.

હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફટને મંત્રાલયે અંતિમ રૃપ આપી દીધું છે. હવે તેને માત્ર કેબિનેટની મંજુરી મળવાની બાકી છે. આ વચ્ચે પ્રસ્તાવિત નીતિના અંતિમ ડ્રાફટમાં શિક્ષા સાથે જોડાયેલા તમામ સુધારાની સાથે મંત્રાલયનું નામ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત છે કે માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલવાની પહેલા પણ માંગ થઈ છે.

હાલમાં મંત્રાલયના નામમાં ફેરફાર કરવાની માંગ રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે જોડાયેલી સંસ્થા ભારતીય શિક્ષણ મંડળ તરફથી કરવામાં આવી હતી. જેનું મોટી સંખ્યામાં શિક્ષાવિદોએ સમર્થન પણ કર્યું હતું. લોકોનું કહેવું હતું કે નામ ભલે બદલી નાંખ્યું, પરંતુ તેનું કામ પહેલા જેવું હતું. પરંતુ નામમાં આ બદલાવથી ભ્રમ જરૃર થઈ ગયો.

આ દરમિયાન નીતિને અંતિમ રૃપ આપનારી ટીમે સ્પષ્ટ કર્યું કે, મંત્રાલયના નામમાં ફેરફારથી તે સ્પષ્ટ થઈ જશે,કે તેણે શિક્ષાના ક્ષેત્રમાં ધ્યાન આપવાનું છે. વિશ્વના તમામ મુખ્ય દેશોમાં શિક્ષાનું કામ જોવા માટે શિક્ષા મંત્રાલય છે. ખાસ વાત છે કે નવી શિક્ષા નીતિ તૈયાર કરનારી કસ્તુરીરંગન કમિટીએ પણ આ ફેરફારને જરૃરી ગણાવ્યો હતો.