કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, અમિત શાહે કહ્યું છે કે “મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર જ બનશે”

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કરતાં અઠાવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જલ્દીથી ભાજપ સરકાર રચાશે. અઠાવલે કહ્યું કે અમિત શાહે તેમને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જલ્દીથી બધુ ઠીક થઈ જશે.

રવિવારે મીડિયા સાથે વાત કરતા અઠાવલેએ કહ્યું કે, “મેં મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે જો તેઓ હસ્તક્ષેપ કરશે તો રાજ્યમાં વચલો માર્ગ જરૂરથી નીકળશે.” જ્યારે મેં આ કહ્યું, ત્યારે અમિત શાહે મને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, જલ્દીથી બધું ઠીક થઈ જશે. ભાજપ અને શિવસેના મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચશે.

તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે, અઠાવલેએ શિવસેનાને અપીલ કરી હતી કે તેઓ મુખ્યમંત્રી પદ માટેની માંગને લાંબા સમય સુધી પકડી ન રાખ અને તેમણે નાયબ મુખ્ય પ્રધાન પદ લેવાની સંમતિ આપવી જોઈએ. અઠાવલેએ ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી હતી અને કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે શિવસેનાને મુખ્યમંત્રી પદ મળશે. પરંતુ તે મહારાષ્ટ્ર સરકારમાં વધુ કેબિનેટ મંત્રી અને કેન્દ્રમાં વધારાના મંત્રી પદ લઈ શકે છે.

અઠાવલેએ વધુમાં કહ્યું કે, “જો રાજ્યમાં ફરીથી ચૂંટણીઓ થાય છે (સરકારની રચના અંગેના ડેડલોકનો ઉકેલ ન આવે તો), તો તેમાં ભાજપ અને શિવસેનાને મોટું નુકસાન થશે. શિવસેનાની માંગને ભાજપે પણ ધ્યાનમાં લેવી જોઈએ. અઠાવલેએ કહ્યું કે શિવસેના કોંગ્રેસ અને એનસીપી (સરકાર બનાવવા) સાથે જવાનું સારું લાગશે નહીં.