બધાને એક સાથે મળશે પગાર, મોદી સરકાર બદલી રહી છે સિસ્ટમ

કેન્દ્રિય શ્રમમંત્રી સંતોષ ગંગવારે એવા સંકેતો આપ્યા છે કે મોદી સરકાર એક રાષ્ટ્ર, એક વેતન અને એક જ દિવસે પગારની વ્યવસ્થા માટે વિધેયક લાવશે.

મોદી સરકાર આવનાર સમયમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગના હિતોની સુરક્ષા માટે સરકાર એક રાષ્ટ્ર એક વેતન દિવસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આ વાત કરી ગંગવારે અહીં સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યુરીટી ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સિક્યુરીટી લીડરશીપ સમિત-2019 ના સંબોધન કરી રહ્યા હતાં.

શ્રમમંત્રી ગંગવારે કહ્યું હતું કે, દેશભરમાં દર મહિને તમામ લોકોને એક જ દિવસે વેતન મળવું જોઈએ, જેથી કરીને લોકોને સમયસર વેતનની ચૂકવણી થઈ શકે. વડાપ્રધાન મોદીને બહુ જલદી આ વિધેયક પાસ થાય તેવી આશા છે. તેમણે કહ્યું કે અમે વિભિન્ન ક્ષેત્રોમાં સાર્વભૌમિક ન્યૂનત્તમ વેતન લાગુ કરવા ઉપર પણ વિચાર કરી રહ્યા છીએ. જેનાથી શ્રમિકોનું આજીવિકા સ્તર સારૃં થઈ શકે. કેન્દ્ર સરકાર વેતન સંહિતા અને વ્યવસાયિક સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ (ઓએસએચ) સંહિતાને લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે.

સંસદમાંથી કોડ ઓન વેજીસને મંજુરી મળી ગઈ છે અને હવે તેના નિયમો પર કામ ચાલું છે. હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ (ઓએસએચ) ને 23મી જુલાઈ 2019ના લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કોડને 13 લેબર લોને મળીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમાં અનેક અન્ય જોગવાઈઓને પણ જોડવામાં આવી છે. જેમ કે દરેક કર્મચારીને એપોઈન્ટમેન્ટ લેટર વાર્ષિક ફ્રી મેડિકલ ચેકઅપ જેવી જોગવાઈઓને આ કોડમાં જોડવામાં આવી છે.