ગુજરાતની 16 ચેક પોસ્ટને લઈને રૂપાણી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે જેમાં તેમણે જણાવ્યું છ કે, રાજયની વિવિધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે અને ૨૫ નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે 25 નવેમ્બરથી આ 16 ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે.

મુખ્યમંત્રી રુપાણીએ તાજેતરમાં જ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે જેમાં 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થતાં કોઈ પણ ચાલકે પોતાનો વાહન ઉભું રાખવું નહિં પડે. અને જણાવ્યું હતું કે આ મહત્વના નિર્ણયથી ઈંધણની બચત થશે. સાથે જ રાજ્યની ચેકપોસ્ટો ઉપર ભારે માલવાહક કં. નો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે.બપોરે મુખ્યમંત્રી આ વિશેની સત્તાવાર જાહેરાત કરશે. ઐતિહાસિક નિર્ણય પ્રમાણે, 25 નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ કરાશે.