ગુજરાત સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, RTO ની લાંબી લાઈનમાં ઉભું રહેવું પડશે નહીં

વિજય રુપાણીએ આજરોજ મહત્વના ત્રણ નિર્ણયો લીધા છે જેમાં હવે લાયસન્સ માટે લોકોએ ભારે ભીડનો સામનો કરવો નહિં પડે. તમામ લોકો સરળતાથી લાયસન્સ કઢાવી શકશે, લર્નિંગ લાયસન્સની કામગીરી હવે તાજેતરમાં જ ITI ખાતેથી શરુ કરી દેવામાં આવશે. તેવું એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

1. ITI, પોલિટેકનિક જેવી 250થી વધુ જગ્યાઓથી લર્નિગ લાયસન્સ ઉપલબ્ધ કરી શકાશે. તેના માટે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે.
2. ઓનલાઈન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં 14 લાખથી વધુ લોકો રિન્યુઅલથી અનેક કામગીરી ઓનલાઈન થઈ શકશે. કમ્પ્યુટર પર અરજી કરીને જ ઈશ્યુ થઈ શકશે.
3. દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. તેથી 20 નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ થઈ જશે. જેમાં મોટી કંપનીઓને તેમાં રૂપિયા ભરવાના હોય છે. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે.