લતા મંગેશકરની હાલત હજી ગંભીર, બોલિવુડ કરી રહ્યું છે પ્રાર્થના

હિન્દી ફિલ્મ સંગીતમાં ચાર દાયકા સુધી નંબર વન રહેલી સ્વરકિન્નરી લતા મંગેશકરની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાની માહિતી જાણકાર સૂત્રો તરફથી મળી હતી.

આવરદાના દસમા દાયકમાં રહેલાં લતાજીને શ્વાસની તકલીફ થતાં ગયા સપ્તાહે મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સોમવારે એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

અત્યારે સમગ્ર બોલિવૂડ લતાજીના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યું હતું. (યોગાનુયોગ એવો છે કે લતાજીની જેમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ હાલ બિછાનાવશ છે.) જો કે લતાજીની તબિયત વધુ ગંભીર છે.