મોરબીમાં કપાસના ઓછા ભાવથી નારાજ ખેડૂતોએ હરાજી અટકાવી

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ ઓછા આપવામાં આવતા હોય અને નારાજ ખેડૂતોએ યાર્ડમાં હરાજી જ અટકાવી દીધી હતી. જેથી સોમવારે હરાજી બંધ રાખવામાં આવી હતી.

બનાવની મળતી માહિતી મુજબ દિવાળી બાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવક જાવા મળી રહી છે અને આજે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા. જાકે યાર્ડમાં પહોંચેલા ૩૦૦ જેટલા ખેડૂતોને કપાસનો ભાવ અયોગ્ય લાગ્યો હતો.

યાર્ડમાં કપાસનો ભાવ ૮૫૦થી ૯૫૦ સુધી આપવામાં આવતો હતો. જાકે ખેડૂતોએ કપાસનો ભાવ રૂ. ૧૦૦૦થી ૧૧૦૦ મળવા જાઈએ. તેવી માંગણી કરી હતી અને કપાસનો ભાવ પુરતો ના મળતો હોવાથી નારાજ ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી. જેથી આજ પુરતી યાર્ડમાં હરાજી બંધ રહેવા પામી હતી.