લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરાયા, થઈ છે તેમને આ તકલીફ

સ્વર કિન્નરી લતા મંગેશકરની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને વાયરલ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમના પરિવારે આ માહિતી આપી હતી.

તેમના પરિવાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે લતાજીને વાયરલ ફિવર છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોશિયલ મીડિયા પર તેમની એક્ટિવિટીની વાત કરીએ તો લતા મંગેશકરે પદ્મની કોલ્હાપુરેને પાનીપત ફિલ્મ માટે ટવિટ કરી શૂભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષના થઈ ગયા છે.