વીડિયો: રામ મંદિરમાં સોનાની ઈંટ અંગે મુઘલ વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું?

આજે સુપ્રીમ કોર્ટનો જે ચૂકાદો આવ્યો છે તેને તમામ હિન્દુ અને મુસ્લિમોએ કબૂલ કરવો જોઈએ. અમે પહેલાં પણ કહેતા હતા કે સુપ્રીમ કોર્ટ જે કોઈ પણ ફેંસલો આપશે તેને સ્વીકારીશું. હવે ચૂકાદો આવ્યો છે તો શાંતિ જાળવી રાખવામાં આવે અને ભાઈચારાને બરકરાર રાખીએ.

તેમણે કહ્યું કે હિન્દુ ભાઈઓ રમઝાન અને બકરી ઈદમાં જે પ્રકારે સાથે રહે છે તેવી જ રીતે આ ચૂકાદો આવ્યા બાદ આપણે બધા ભેગા મળીને શ્રી રામનું મંદિર બનાવીએ. જ્યાં સુધી મુઘલ વંશજ તરફથી સોનાની ઈંટ આપવાની જાહેરાત કરાઈ હતી તે પ્રમાણે સોનાની ઈંટ મંદિર નિર્માણ માટે આપવામાં આવશે

સાંભળો વીડિયો…

તેમણે કહ્યું કે જેટલા લોકો-નેતાઓનીની ભડકાવવાની દુકાન છે તેઓ ભડકાવવાનો સતત પ્રયાસ કરશે પણ તેનાથી દુર જ રહેવાની જરૂર છે અને ભડકાવવામાં આવવાની જરૂર નથી. રામ લલ્લાન જે જગ્યાએ હતી તેને કાયમ રાખવામાં આવશે અને ત્યાં હિન્દુ-મુસ્લિમ મળીને મંદિર બાંધશે અને આખી દુનિયા જૂએ કે ભારત એક સેક્યુલર કન્ટ્રી છે.

તેમણે કહ્યું કે રામ બાબરની જમીન પર જન્મ્યા અને બાબરનું નામ ખરાબ થઈ રહ્યું હતું આજે એ બધું ખતમ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. આ ઐતિહાસિક ફેંસલાને 26 જાન્યુઆરી અને 15મી ઓગષ્ટની જેમ તહેવારની જેમ આજની તારીખે દર વર્ષે ઉજવવાનું પણ તેમણે સૂચન કર્યું છે.