મોદી સરકાર હટાવશે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા  સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સુરક્ષાની સમીક્ષા કરતા એસપીજીને પાછો ખેંચવાની ભલામણ કરી છે. સૂત્રો કહે છે કે જો આ ભલામણ સ્વીકારવામાં આવે તો ઝેડ પ્લસ- સીપીપીએફની સુરક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આપવામાં આવશે. આ પહેલા મોદી સરકારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

સપ્ટેમ્બરમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના એસપીજી કવરને હટાવ્યાના કેટલાક દિવસો બાદ, તેમને ડાઉનગ્રેડેડ ઝેડ પ્લસ કેટેગરી હેઠળ સીઆરપીએફ કમાન્ડોની સુરક્ષા કવચ પૂરા પાડવામાં આવ્યો હતો. મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરુશરણ કૌરના મોતીલાલ નહેરુ રોડ નિવાસસ્થાન અને દેશમાં ક્યાંય પણ રહેશે ત્યારે તેઓની સલામતીમાં હંમેશા 35 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) જવાનો રહેશે. તેમની સુરક્ષા માટે કુલ મળીને 50 સશસ્ત્ર કમાન્ડો હશે, જેઓને વિવિધ પાળીમાં તૈનાત કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે હવે મનમોહનસિંગની જેમ સીઆરપીએફ કમાન્ડોઝનું સુરક્ષા કવર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, ગાંધી પરિવારના સભ્યો માટે આપવામાં આવશે.

એસપીજી સુરક્ષા શું છે?

  • વડા પ્રધાન મોદી અને ગાંધી પરિવારનું રક્ષણ કરે છે.
  • દેશનું સૌથી આધુનિક સુરક્ષા દળ છે.
  •   પોલીસ અને અર્ધલશ્કરી દળમાંથી સૈનિકોની પસંદગી કરવામાં આવે છે
  • એપીજીના જવાનો FNF-2000 એસોલ્ટ રાઇફલથી સજ્જ હોય છે. •
  • જવાનો પાસે ગ્લોક -17 પિસ્તોલ પણ હોય છે.
  •  સૈનિકોને સિક્રેટ સર્વિસ એજન્ટોની જેમ તાલીમ આપવામાં આવે છે.
  • એસપીજીના કાફલમાં એક ડરઝન ગાડીઓ હોય છે.
  • ઈન્દીરા ગાંધીની હત્યા બાદ એસપીજીની રચના કરવામાં આવી હતી.