જૂઓ ફોટો: સુરતની મિલેનિયમ સ્કૂલના વાર્ષિક સમારોહમાં નાના ભૂલકાઓએ કર્યું કમાલનું પર્ફોર્મન્સ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર મિલેનિયમ સ્કૂલ દ્વારા 20 ઓક્ટોબરના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે જુનિયર કેજીથી ગ્રેડ 3ના વિદ્યાર્થીઓ માટે ‘સર્વાઇકલ કીટ’ તથા ગ્રેડ 4થી12ના વિદ્યાર્થીઓ માટે ‘થિંક ટુડે ચેન્જ ટુમોરો થીમ’ ઉપર 7માં વાર્ષિક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનિયર કેજીથી લઇને ક્લાસ 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જુનિયર કેજીથી ગ્રેડ-3 માટેના વાર્ષિક સમારોહની થીમ ‘સર્વાઇવલ કીટ’ ઉપર આધારિત હતી, જે હેઠળ વિદ્યાર્થીઓએ નિયમિત શાળાના અભ્યાસમાં પ્રાપ્ત કરેલી કુશળતાનું પ્રદર્શન હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ સુંદર રજૂઆત કરી હતી. આ દરમિયાન નાના બાળકો દ્વારા એક ચિંતાજનક પ્રશ્ન કર્યો હતો,  જેણે પ્રેક્ષકોને વિચારવા મજબૂર કર્યા કે “શું ફક્ત ગ્રેડ અથવા કુશળતા જ સૌથી વધારે મહત્વપૂર્ણ છે જે ખરેખર દરેકનું વિશ્વમાં અસ્તિત્વ બનાવે છે”, તેણે પ્રેક્ષકોને વિચારતાં કરી દીધા હતા.

શાળાના વાર્ષિક સમારોહથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો કારણકે સિનિયર વિદ્યાર્થીઓએ વ્યક્તિગત લાગણીઓ, અનુભવો અને પડકારોને પ્રદર્શિત કરવા માટે સખત મહેનત કરી હતી. ડ્રામા, ડાન્સ, મ્યુઝિક, માઇમ, સ્પોર્ટ્સ, યોગ, ટેકવાન્ડો સહિતના ઉર્જાસભ પર્ફોર્મન્સ દ્વારા વિદ્યાર્થીઓએ સુંદર રજૂઆતો કરીને પ્રતિભા દર્શાવી હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેમણે કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટિંગ, ડાયરેક્શન, પ્રોપ ડિઝાઇન, સાઉન્ડ, લાઇટ મેનેજમેન્ટ અને બેકસ્ટેજ મેનેજમેન્ટ વગેરેની કામગીરી નિભાવી હતી. શાળાના પરિવારના સભ્યોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ મૂલ્યવાન સહયોગ આપ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે મિલિનિયમ સ્કૂલ સુરતનું માનવું છે કે વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહિત કરવા જોઇએ. શાળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમની રચનાત્મકતાને પણ બળ આપીએ છે, જેથી તેઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે. શાળાના 7માં વાર્ષિક સમારોહમાં દરેક ગ્રેડના વિદ્યાર્થીનું તેમની સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યુ હતું. રેસિડેન્ટ ડિરેક્ટર કેકુલ વિકાસ, પ્રિન્સિપાલ સંદિપ સિંઘ કથુરિયા, વાઇસ પ્રિન્સિપાલ મોનિકા ખુરાના અને એક્સપર્ટ થિયેટર આર્ટિસ્ટ હર્ષજીએ શૈક્ષણિક વર્ષ 2018-19માં ક્લાસ 10ના સીબીએસઇ ટોપર્સનું સન્માન કર્યું હતું.