ડાંગની 108 ટીમ કોઈપણ પડકારને પહોંચી વળવા તૈયાર

ડાંગ જિલ્લામાં કાર્યરત GVK EMRI ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર છે. દુનિયાભરમાં ઇમરજન્સી વકર્સમાં વાઈરલ થઈ ટેટ્રિસ ચેલેન્જ તેના ભાગરૂપે આજ રોજ આહવા સિવિલ હોસ્પિટલમાં GVK EMRI ૧૦૮ માં કાર્યરત સ્ટાફ કોઈપડ કટોકટીની પડમાં પહોંચી વળવા તૈનાત છે. ડાંગ જિલ્લાની અને ઓલ ગુજરાતની GVK EMRI ૧૦૮ ની ટીમ હમેશા તૈયાર છે. ડાંગ જિલ્લાની ટીમના ઇમરજન્સી મેનેજર મનોજ વિશ્વકર્મા અને ટીમના સ્ટાફ આ ખાસ પ્રદર્શન માં જોડાયા હતાં. ડાંગ જિલ્લાની ઇમરજન્સી સેવા 108 ની ટીમ દ્વારા કોઈ પણ પડકારને પહોંચી વળવા ટેટ્રિસ ચેલેન્જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લાના દરેક તાલુકામાં કાર્યરત ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કોઈપણ સંજોગોમાં ડાંગ જિલ્લાના ખૂણા ખાચરે એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસોને પહોંચી વળવા સજ્જ છે. જ્યારે આ સેવા ગુજરાત રાજ્યમાં જ નહી પણ દેશના બીજા રાજ્યોમાં પણ 108 ની ઈમરજન્સી સેવાઓ આપી અનેક લોકોની જાન બચાવી માનવતા નુ ઉદાહરણ રૂપે 108 ની સેવા આગળ આવી છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં શનિવાર તા. 12 ના રોજે 108 ના ટીમ દ્વારા ટેટ્રિસ ચેલેન્જના કાર્યક્રમમાં આફત આપદા અને ઈમરજન્સી સેવામાં પહોંચી વળવા કાર્યરત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કટોકટીની પડમાં તૈયારી દાખવી હતી. ડાંગ સિવિલ હોસ્પિટલના ટેટ્રિસ ચેલેન્જ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાની ટીમના ઇમરજન્સી મેનેજર મનોજ વિશ્વકર્મા અને ટીમના સ્ટાફ આ ખાસ પ્રદર્શન માં જોડાયા હતાં.