ગુજરાતના દરિયાકીનારે મોજા સાથે બહાર ફે઼કાઈ રહ્યું છે સોનું, જાણો હકીકત

તમને કોઈ એમ કહે કે, દરિયા કિનારે મોજાની સાથે સાથે સોનું પણ તણાઈને આવી રહ્યું છે. તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો ખરા? પણ ઘણા એવા લોકો હોય છે જે સોનું મેળવવા માટે આ પ્રકારની વાતોમાં આવીને રોજ દરિયા કિનારે સોનાની શોધમાં જાય છે અને કલાકો સુધી દરિયા કિનારે સોનું શોધતા રહે છે. આ પ્રકારની ઘટના બની છે પોરબંદર-વેરાવળ હાઇવે નજીક આવેલા માધવપુરના સમુદ્ર કિનારે.

એક રિપોર્ટ અનુસાર, પોરબંદર-વેરાવળ હાઇવે નજીક આવેલા માધવપુર ગામનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે. ભગવાન શ્રીકૃષ્ણએ માધવપુરમાં રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા, તેથી આ ગામને માધવપુર ધામ પણ કહેવામાં આવે છે.

માધવપુર ગામ દરિયા કિનારે આવેલું છે. આ દરિયા કિનારાને લઇ છેલ્લા બેથી ત્રણ મહિનાથી એવી અફવા વાયુવેગે ફેલાઈ રહી છે કે, દરિયામાં મોજાંની સાથે સોનું પણ તણાઈને આવી રહ્યું છે. આ વાત ફેલાતાની સાથે ગામના અને ગામની આસપાસના લોકો દરિયા કિનારા પર સોનું શોધવા માટે ઉમટી રહ્યા હતા.