વલસાડ જિલ્લામાં બ્લોક લેવલે મા-દીકરી સંમેલન યોજાયાં

વલસાડ જિલ્લા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બેટી બચાવો-બેટી બચાવો અંતર્ગત બ્લોાકલેવલે માં-દીકરી સંમેલનો યોજવામાં આવ્યાંો હતાં. આ સંમેલનમાં વનસ્ટોરપ સેન્ટ ર, ૧૮૧ અભયમ યોજનાઓ અંગે જાણકારી આપી મુશ્કેાલીના સમયમાં તેનો ઉપયોગ કરવા જણાવાયું હતું. આ ઉપરાંત ઘરેલુ હિંસા, પોકસો, પી.એન.ડી.ટી.એકટ જેવા મહત્ત્વના કાયદાઓ સહિત દીકરીનું આરોગ્યર સારું રહે તે માટે સજાગ રહેવા અને પોષણયુક્તમ આહાર આપવા માતાઓને સમજણ આપવામાં આવી હતી. સંમેલનમાં ઉપસ્થિીત દીકરીઓને પ્રોત્સા્હક ઇનામો પણ આપવામાં આવ્યાણ હતા. આ કાર્યક્રમમાં સંબંધિત ગામોના સરપંચ, આંગણવાડી વર્કરો, તેડાગર, ગ્રામજનો અને બાળકો હાજર રહયા હતા.