સિવિલમાં પોણા ત્રણ વર્ષમાં દાઝેલા 602 પૈકી 143 દર્દીના મોત

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં દાઝેલાના વોર્ડમાં દાખલ દર્દી ૬૦૨ પૈકી ૧૪૩ દર્દીના મોત મોત નીપજ્યા હતા. ઉધના વિસ્તારમાં કરંટ લાગતા દાઝી ગયેલા આધેડ મોતને ભેટયા હતા. આધેડ દાઝવાથી નહીં પણ ઈન્ફેક્શન લાગવાથી મોતને ભેટયા હોવાનું પોસ્ટમોર્ટમ દરમિયાન બહાર આવ્યું હતું. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાઝેલાના વાર્ડમાં દર્દીને ઇન્ફેક્શન લાગે અને દાઝેલા અન્ય દર્દીઓને જાઈને તકલીફ નહીં પડે અને માનસિક રીતે પડી નહી ભાંગે તે માટે દાઝેલાના વોર્ડમાં ૧૫ જેટલા એ.સી કેબિન બનાવવામાં આવ્યા છે. આ વોર્ડમાં દર્દીઓને સવારે ગરમ પાણીથી નવડાવ્યા બાદ યોગ્ય રીતે સારવાર કરવામાં આવે છે.

જાકે દાઝેલા દર્દીઓ માટે મહત્વનો રોલ ઇન્ટ્રા વિનર થેરાપી એટલે કે બાટલા ચડાવવામાં આવે છે. દાઝેલા દર્દીઓના શરીરમાંથી પ્રવાહી અને કણો ઓછા થઈ જાય છે. તેને મેન્ટેન રાખવા માટે બોટલ ચઢાવવામાં આવે છે. ૫૦ ટકાથી વધુ ડીપમાં દાઝેલા હોય (અંદર સુધી) તેવા દર્દીનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. શરીરનો છાતીથી લઈ ઉપરના ભાગે વ્યક્તિ દાઝી જાય છે. તેમના ફેફસા અને શ્વાસ નળી ગરમીના લીધે ઢીલા પડી જાય છે. જેના કારણે શ્વાસ લેવાની પ્રક્રિયા મંદ થઈ જાય છે આવા સંજાગોમાં મૃત્યુ થવાની શક્યતા વધે છે એટલે નહીં પણ દાઝેલા દર્દીઓની તેમના સંબંધીઓ પૂરતી કાળજી નહિ રાખે તથા યોગ્ય રીતે ડ્રેસિંગ કરવામાં નહીં આવે અને નિયમિત બોટલ ચડાવવાની નહીં આવે તેવા સંજાગોમાં દર્દીઓની ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. તેથી કેટલાક દર્દીઓ મોતને બેટા હોવાની શક્યતા વધુ હોવાનું સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું.