બીજા નેટવર્ક પર કોલનો ચાર્જ લાગતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો, જીઓએ ફરી લીધો આ નિર્ણય

બીજ નેટવર્ક પર કોલ કરવા પર પ્રતિ મિનટ ના 6 પૈસા નો ચાર્જ કરનાર રિલાયન્સ જીઓ એ હવે આંશિક પીછેહઠ કરી છે.રિલાયન્સ જીઓ સૌથી વધુ ગ્રાહક ધરાવે છે અને બીજા નેટવર્ક પર કોલ પર ચાર્જ લગાવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.આ કારણે ગ્રાહકો ની સંખ્યાઘટવાના ભય થી 30 મિનિટ નો મફત ટોકટાઇમ આપવાનું જાહેર કર્યું છે.

રીલાયન્સ જીયોના સૂત્રોએ કહ્યું કે કંપનીના ગ્રાહકો પ્રથમ વખત રિચાર્જ કરાવે ત્યારે 30 મીનીટનો મફત ટોકટાઈમ આપવામાં આવશે. આ એક જ વખતની ઓફર રહેશે અને નવો પ્લાન જાહેર થયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે.રીલાયન્સ જીયોએ બે દિવસ પુર્વે અન્ય નેટવર્ક પરના વોઈસકોલમાં પ્રતિ મીનીટ 6 પૈસાનો ચાર્જ લગાડવાની જાહેરાત કરી હતી. આ માટે ગ્રાહકોએ 10 રૂપિયાના ટોપઅપ વાઉચર્સ લેવા પડશે તેવુ જાહેર કર્યુ હતું.