ડુંગળીના ભાવને લઈને બે મહિલાઓ ઝગડી, 5 ધાયલ

ડુંગળીના વધેલા ભાવો લોકોને પહેલાથી જ પરેશાન કરી રહ્યાં છે. હવે તેનો પ્રભાવ પણ જોવા મળી રહ્યોં છે. એક મહિલાએ બીજી મહિલાને ડુંગળીને લઈને ટોણો માર્યો. ત્યાર પછી આ વિવાદ એટલો વધ્યો કે પાંચ મહિલાઓ ધાયલ થઈ હતી.

આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાની છે. અહીંની એક ગામની દુકાનમાં બે મહિલાઓમાં ડુંગળી અંગે દલીલ થઈ હતી. એક મહિલાએ બીજાની આર્થિક સ્થિતિ અને ડુંગળી ખરીદવામાં અસમર્થતા અંગે ટોણો માર્યો હતો. પહેલા તો આ બંને લડતા હતા પરંતુ બાદમાં વધુ મહિલાઓ પણ તેમાં જોડાઇ હતી.

આ વિવાદ હિંસક બન્યો અને ગાળા ગાળી શરૂ થઈ ગઈ. આ સમગ્ર વિવાદમાં પાંચ મહિલાઓ ઘાયલ થઈ ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ વિવાદ અંગે બંને પક્ષે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓને પણ સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી તેમને જામીન મળી ગયા છે.

તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં ડુંગળી પછી ટમેટાના ભાવમાં પણ અચાનક વધારો થયો છે