એર ઈન્ડયાને ચેતવણી, 17 ઓક્ટોબર સુધી નાણા નહીં ચૂકવ્યા તો……..

સરકારી ઓઈલ કંપનીઓએ ભારતની સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાને અંતિમ ચેતાવણી આપી છે. ઓઈલ કંપનીઓએ જણાવ્યુ કે, એર ઈન્ડિયા ૧૮મી ઓકટોબર સુધીમાં ઈંધણના નાણાની ચૂકવણી નહીં કરે તો એર ઈન્ડિયાને ઈંધણ આપવામાં નહીં આવે.

એર ઈન્ડિયાને ગુરૂવારે IOCL, BPCL અને HPCL દ્વારા એક પત્ર લખવામાં આવ્યો. જેમા કહેવામાં આવ્યુ હતુ કે, એર ઈન્ડિયાએ વાયદા પ્રમાણે ઈંધણના નાણાની ચૂકવણી કરી નથી. ઓગસ્ટ માસમાં ઓઈલ કંપનીઓએ જણાવ્યુ હતુ કે, એર ઈન્ડિયાએ 5000 કરોડના બિલની ચૂકવણી નથી કરી. જેની લગભગ આઠ મહિનાથી ચૂકવણી કરવામાં આવી ન હતી.

22 ઓગસ્ટના રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (એચપીસીએલ) એ ચુકવણી ન કરવાને કારણે ઓઈલ કંપનીઓએ કોચ્ચી, મોહાલી, પુણે, પટના, રાંચી અને વિજાગ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ઈંધણ આપવાનું બંધ કર્યુ હતુ. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની દખલ પછી, તેઓએ 7 સપ્ટેમ્બરના રોજ બળતણ પુરવઠો ફરીથી શરૂ કર્યો.