વીડિયો: સુરતના હજીરામાં આવેલી એસ્સાર કંપનીની બહાર કર્મચારીઓના ધરણા

સુરતના હજીરા ખાતે આવેલી એસ્સાર કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા. કંપની બહાર જ કર્મચારીઓએ ઘરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર , ક્રેન ઓપરેટર , BPO,  રીગર ( લેબર )  વગેર હડતાળમાં જોડાયા હતા. આશરે 500થી વધુ  કર્મચારીઓ એક સાથે હડતાળ પર ઉતર્યા હતા.

કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી. મોંઘવારી ભથ્થું આપવામાં આવતું નથી. કર્મચારીઓએ ઇન્ક્રીમેન્ટમાં 30 ટકાના વધારાની માંગ કરી છે.

જૂઓ વીડિયો…

મીડિયાને કર્મચારીઓએ જણાવ્યું કે  કંપનીના અન્ય કર્મચારીઓને દર વર્ષે તમામ પ્રકારના લાભ આપવામાં આવે છે. ટ્રાવેલીંગ માટે બસ અથવા ચાર્જ આપવાની માંગણી કરાઈ છે.

કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે કોઈ કર્મચારીને મેડીકલ લાભ આપવાનો હોય તો તેને એપ્રુવલ આપવામાં ગલ્લા-તલલ્લા કરી ભૂલો કાઢવામાં આવે છે. આ ઉપરાંત રજાનો પગાર પણ ડબલ કરવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓએ કંપનીના ગેટ બહાર ધરણા યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા.